આ નાનકડો બાળક જીવલેણ મોત નો સામનો કરી રહ્યો છે,તેને બચાવી લ્યો

0

નાનકડો શૌર્ય પોતાના જન્મથી જ થેલેસેમિયા જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી આ લોહીની બીમારીએ તેણી પાસેથી એક સામાન્ય અને ખુશહાલ બાળપણ છીનવી લીધું છે, કેમ કે, તેને જીવિત રહેવા માટે નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. તેની મુલાયમ ત્વચા પર સોય લગાવતી વખતે હૃદય કાંપી ઊઠે છે. શૌર્યને જે ઈન્જેક્શનથી ડર લાગતો હતો આજે તે ઈન્જેક્શન તેની જરૂરિયાત બની ગયું છે.

કેટલાક મહિના પહેલાં હાલત વધુ નાજુક થવા લાગી હતી તેનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું. ઓક્ટોબરમાં શૌર્યનાં માતા-પિતા તેને હોસ્પિટલમાં લઈ ગયાં. તેણે લૂઝ મોશન સાથે ઘણા દિવસ સુધી ભારે તાવનો સામનો કર્યો. તેનાથી તે થાકી ગયો હતો. તે યોગ્ય રીતે શ્વાસ નહોતો લઈ શકતો તેની આંખો પીળી પડી ગઈ હતી.

હોસ્પિટલમાં જ્યારે ડૉક્ટર્સે પરીક્ષણ કર્યાં તો સામે આવ્યું કે બાળકમાં લોહીની બહુ જ ઊણપ હતી અને તેને કમળો થયો હતો. શરીરમાં શરૂ થયેલા રક્ત વિકારે ખતરનાક સ્વરૂપ લઈ લીધું હતું. ડૉક્ટરનું કહેવું છે કે આ સમસ્યાની માત્ર એક જ સારવાર છે બૉન મેરો ટ્રાન્સપ્લાાન્ટ. તેની કિંમત 34 લાખ રૂપિયા છે.

લોકડાઉનને કારણે શૌર્યનાં માતા-પિતાની આવકનો સ્રોત સંપૂર્ણ રીતે પૂરો થઈ ગયો છે અને તેમણે અત્યાર સુધીમાં જે પૈસા જમા કરાવ્યા હતા તે તેમના બાળકની સારવાર માટે ખર્ચાઈ ચૂક્યા છે. શૌર્યના પિતાનું કહેવું છે કે, અમે અમારી તમામ મૂડી તેની સારવારમાં આપી દીધી છે. પરંતુ હવે અમે આર્થિક રીતે સંપૂર્ણ રીતે તૂટી ગયાં છીએ. તેના પેટમાં સોજો વધતો જઈ રહ્યો છે. હોસ્પિટલનો ખર્ચ સહન કરવો મુશ્કેલ છે. તેથી, હવે તમારા બધાની મદદ જ શૌર્યને નવું જીવન આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed