આ વિસ્તારમાં નદી કિનારે 1 કિમીના અંતરમાં એટલી લાશો કે ગણતરી કરવી મુશ્કેલ

0

પ્રયાગરાજમાં શ્રૃંગવેરપુર ધામ નજીક મોટી સંખ્યમાં લાશો ગંગા કિનારે દફનાવાઈ છે. સ્થિતિ એ છે કે એક છેડેથી બીજા છેડા સુધી માત્ર લાશો જ નજરે પડે છે.

અહીં લગભગ એક કિમીના અંતરમાં લાશોવચ્ચે એક મીટરનું અંતર પણ નથીઘાટની બંને તરફ જ્યાં સુધી નજર પડે છે, ત્યાં સુધી લાશો દફનાવાયેલી છે. લાશોની આસપાસ ઝંડા અને ડંડા લગાવાયા છે. એટલું જ નહીં લાશોની સાથે આવનારા કપડા, તકિયા, ચાદર પણ ત્યાં જ છોડી દેવાયા છે.

એવામાં ગંગા કિનારે ખૂબ ગંદકી પણ થઈ છે. પોલીસ પહેરો પણ કામમાં આવતો નથી. અંતિમ સંસ્કારનો સામાન પણ ખૂબ મોંઘો થઈ ગયો છે,ઘાટ પર પૂજા-પાઠ કરાવનારા પંડિતો કહે છે કે અગાઉ રોજ 8થી 10 લાશો જ આવતી હતી, પણ છેલ્લા એક મહિનાથી દરરોજ 60થી 70 લાશો આવી રહી છે. કોઈ દિવસે તો 100થી પણ વધુ મૃતદેહો આવે છે.

એક મહિનામાં અહીં 4 હજારથી વધુ લાશો આવી ચૂકી છેશાસનના પ્રતિબંધ પછી પણ શૈવ સંપ્રદાયના અનુયાયીઓ અહીં લાશો દફનાવી રહ્યા છે. ઘાટ પર હાજર પંડિત કહે છે કે શૈવ સંપ્રદાયના લોકો ગંગા કિનારે લાશો દફનાવતા રહ્યા છે. આ ઘણી જૂની પરંપરા છે. તેની રોકી ન શકાય. તેનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાશે.

શિવબરન કહે છે કે કોરોનાના ડરના કારણે ઘણા દિવસ સુધી ઘાટ પરથી પુરોહિતો દૂર રહ્યા હતા. તમામ ડરી રહ્યા હતા કે ક્યાંક કોરોનાનો ચેપ ન લાગી જાય. એવામાં જે આવ્યું તેણે જ્યાં જગ્યા જોઈ ત્યાં જ લાશો દફનાવી દીધી. કોઈ રોકટોક ન હોવાથી ગંગા ઘાટ કિનારે જ્યાં આવીીને લોકો સ્નાન-ધ્યાન કરે છે, ત્યાં સુધી લોકોએ લાશો દફનાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed