ગુજરાતી ઓ માટે ખુશી ના સમાચાર : હવે ની IPL મેચો માં બે નવી ટીમો શામેલ હશે અને એમાં એક તો…

0

અગાઉ, બીસીસીઆઈના એક અધિકારીએ માર્ચમાં કહ્યું હતું કે મેમાં 14મી સીઝનના મધ્યમાં નવી ટીમો પર નિર્ણય લેવામાં આવશે. બોર્ડે કહ્યું હતું કે હરાજીથી લઈને ટીમને ફાઇનલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા મે મહિનામાં કરવામાં આવશે. એકવાર ટીમ ફાઇનલ થઈ જાય, પછી તેઓ ટીમ બનાવવાનું કામ શરૂ કરી શકે છે. હવે આ બધી પ્રક્રિયા આગળ વધી શકે છે.

સીઝનમાં 10 ટીમો રમશે તે પહેલીવાર નહીં બને. આ અગાઉ આઈપીએલ 2011માં, 10 ટીમો રમી ચુકી છે. પુણે વોરિયર્સ અને કોચી ટસ્કર્સ 2 નવી ટીમો હતી. જો કે, આ પછી કોચિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આઈપીએલની 2012 અને 2013ની સીઝનમાં 9 ટીમોએ ભાગ લીધો હતો. 2013માં, લીગ ફરી એકવાર 8-ટીમની ટૂર્નામેન્ટમાં પરત ફરી. અમે તમને 4 શહેરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે હરાજી પર સૌથી વધુ બોલી લગાવી શકે છે…

નવી ફ્રેન્ચાઇઝી દાવેદારોની સૂચિમાં પુણે સૌથી આગળ છે. આ પહેલા પણ પૂણે ફ્રેન્ચાઈઝે લીગમાં ભાગ લીધો હતો. પૂણે શહેરનું પ્રતિનિધિત્વ પુણે વોરિયર્સ ઇન્ડિયા અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. પૂણે વોરિયર્સ 2011થી 2013 અને રાઇઝિંગ પુણે 2016 અને 2017 સીઝનમાં આઇપીએલનો ભાગ હતા.

જો તેને નવા ફ્રેન્ચાઇઝી તરીકે પસંદ કરવામાં આવે તો પુણેનું મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ હોમ ગ્રાઉન્ડ બની શકે છે. પુણેમાં આંતરરાષ્ટ્રીય મેચ પણ યોજાઇ છે. અત્યાર સુધીમાં કુલ 2 ટેસ્ટ, 4 વનડે, 3 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ થઈ છે. આ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ સામે 3 વનડે મેચની શ્રેણી પણ રમવામાં આવી હતી.

અમદાવાદના પણ આઈપીએલ ફ્રેન્ચાઇઝ બનવાની શક્યતા વધારે છે. આ શહેરમાં બનેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, 1 લાખ 32 હજાર દર્શકોની બેઠક ક્ષમતા ધરાવે છે. તાજેતરમાં અહીં આંતરરાષ્ટ્રીય મેચ અને કેટલીક આઈપીએલ મેચ પણ રમાઈ હતી.

જો આઈપીએલ 2021 મુલતવી રાખવામાં ન આવે, તો ફાઈનલ સહિતની તમામ નોકઆઉટ મેચ અહીં રમવાની હતી. આ પહેલા, ગુજરાત લાયન્સની ટીમ પણ આઈપીએલ 2016 અને 2017માં લીગનો ભાગ રહી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed