દૂધ લઈને પરત ફરતી વખતે કેટલાક અસામાજિક તત્ત્વોએ તેના ઉપર એકાએક હુમલો કરી દીધો હતો. સબીર કઈ સમજે તે પહેલા તેના ઉપર ચપ્પુ વડે ત્યાંના લુખ્ખાતત્વો દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો.
લેક્શન શેખ અને અખ્તર શેખ દ્વારા તેના ઉપર ચપ્પુથી હુમલો કરાયો હતો. હુમલામાં સબીર શેખ ઘાયલ થયો હતો. જૈયુદીન દ્વારા હથોડાથી હુમલો કરવામાં આવ્યો હતો. એકાએક થયેલા હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.સીસીટીવીમાં સમગ્ર ઘટના સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જાણે આરોપીઓને કોઈપણ પ્રકારનો કાયદાનો ભય ન હોય તે રીતે હુમલો કરી રહ્યા હતા.
હથિયારો વડે ખુલ્લેઆમ જાહેરમાં એક તરફી હુમલો થયો હોવાનું જણાવ્યું હતું. ફિલ્મી ઢબે છૂટાહાથની મારામારી જોવા મળી હતી. આ વિસ્તારમાં લુખ્ખાતત્વોનો આતંક કેટલી હદે વકરી ગયો છે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ જણાય છે.સુરત પોલીસ દ્વારા આ વિસ્તારમાં વધતા જતા અસામાજિકતત્વોના આતંકને રોકવાની જરૂર જણાય રહી છે.
છાશવારે ઉન, લિંબાયત, પાંડેસરા, ઉધના જેવા વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. થોડા દિવસ અગાઉ સરથાણા વિસ્તારમાં પણ સોસાયટીના ગેટ પર બેસેલા ઈસમો ઉપર અસામાજિકતત્ત્વોએ કોઈપણ કારણ વગર હુમલો કરી દીધો હતો.