શિલ્પા શેટ્ટીએ હાલમાં જ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તે ડબલ માસ્ક સાથે પતિ રાજ કુંદ્રા સાથે જોવા મળે છે. આ તસવીરમાં શિલ્પા તથા રાજની વચ્ચે કાચની દીવાલ છે. ઉલ્લેખનીય છે કે રાજ કુંદ્રા હાલમાં કોરોના પોઝિટિવ છે.
શિલ્પાએ સો.મીડિયામાં આ અંગેની પોસ્ટ શૅર કરી હતી. એક્ટ્રેસે કહ્યું હતું, ‘એક પરિવાર તરીકે અમારા માટે છેલ્લાં 10 દિવસ ઘણાં જ મુશ્કેલી ભર્યા રહ્યાં. મારા સાસુ-સસરા, સમીશા, વિયાન, રાજ, મારી માતા અને છેલ્લે રાજનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ તમામ ગાઈડલાઈનનું પાલન કરીને પોત-પોતાના રૂમમાં આઈસોલેટ છે. ડૉક્ટરની સલાહ લઈ રહ્યાં છે.’
વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, ‘મારા ઘરના ઈન હાઉસ સ્ટાફ મેમ્બર પણ પોઝિટિવ છે. તેમને મેડિકલ સુવિધા આપવામાં આવી રહી છે. ભગવાનની કૃપાથી તમામ રિકવરી મોડ પર છે.’એક્ટ્રેસે આગળ કહ્યું હતું, ‘મારો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પ્રોટોકોલ હેઠળ તમામ સેફ્ટી મેજર ફોલો કરવામાં આવી રહ્યાં છે. અમે BMC તથા ઓથોરિટીના આભારી છીએ કે તેમણે અમારી મદદ કરી.
શિલ્પાએ છેલ્લે કહ્યું હતું, ‘તમારા પ્રેમ તથા સપોર્ટ માટે આભાર. પ્લીઝ અમને તમારી પ્રાર્થનામાં રાખજો. માસ્ક પહેરો અને સલામત રહો. તમે કોવિડ પોઝિટિવ હો કે ના હો પરંતુ મેન્ટલી પોઝિટિવ રહો.’ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરે દેશમાં આતંક મચાવી દીધો છે. બોલિવૂડના અનેક સેલેબ્સ કોરોનાની ઝપેટાં આવી ચૂક્યા છે, જેમાં આમિર ખાન, અક્ષય કુમાર, કેટરીના કૈફ, વિકી કૌશલ, કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર સહિતના સલેબ્સને કોરોના થયો હતો.