આટલો તો શેનો ઉત્સાહ – કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો તો છોકરા-છોકરી ઓ એ દારૂ પાર્ટી કરી તો….

0

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુના મેપલ કાઉન્ટી-1ના એક ફ્લેટમાંથી સોલા પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી છે. પોલીસે દારૂની મહેફિલ માણી રહેલી ચાર મહિલાઓ અને એક પુરુષની ધરપકડ કરી છે. સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મકાનમાં દારૂની મહેફિલની મેસેજને આધારે દરોડો પાડતા ઘરમાં ચાર મહિલા અને એક પુરુષ દારૂ પીધેલા મળી આવ્યા હતા. એક મહિલાએ દારૂ પીધો ન હતો. મહિલા પોતે કોરોના નેગેટિવ આવતાં તેણીએ મિત્રોને બોલાવી દારૂ પાર્ટી યોજી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુ મેપલ કાઉન્ટી- 1માં દારૂની મહેફિલ ચાલતી હોવાની સોલા પોલીસ સ્ટેશનને કંટ્રોલરૂમમાંથી મેસેજને આધારે પોલીસે ગ્રીન એવન્યુના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં બેડરૂમમાં કેતન પાટડીયા
અનુરાધા ગોયલ શેફાલી પાંડે , પ્રિયંકા શાહ અને પાયલ લિબાચિયા (રહે. હેલિકોનીયા એપાર્ટમેન્ટ, થલતેજ) દારૂ પીધેલા મળી આવ્યા હતા. ટીપોઈ પર દારૂના ગ્લાસ અને બોટલ મળી આવી હતી.

ઘરમાં અન્ય એક મહિલા અમોલા કેતન પાટડીયા પણ હાજર મળી આવી હતી. જે દારૂ પીધેલી હાલતમાં મળી આવી ન હતી. અમોલા કોરોના નેગેટિવ આવ્યા હતા. જેઓએ માનસિક તણાવ દૂર કરવા માટે તેઓએ મિત્રો સાથે મળી અને દારૂની મહેફિલ યોજી હોવાનું સોલા પોલીસે જણાવ્યું હતું. પોલીસે ચાર મહિલાઓ અને એક પુરુષ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed