બાળકો એ મામૂલી ચોરી કરી તો તેને નિર્વસ્ત્ર કરી ને આખા ગામ માં ફેરવ્યા

0

બિહારના ગયા જિલ્લાના તારીડીહ ગામમાં માનવતાને શરમાવે તેવો એક વીડિયો સામે આવ્યો છે. અહીં 3 બાળકોને નિવસ્ત્ર કરીને સમગ્ર ગામમાં ફેરવવામાં આવ્યા હતા. જ્યા બાળકો સાથે આ શરમજનક ઘટના બની ત્યાથી ફક્ત 2 કિમી અંતર પર બોધગયા પોલીસ સ્ટેશન આવેલુ છે. તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં.

બાળકો પોતાને છોડી દેવા માટે સતત આજીજી કરતા રહ્યા, પણ ભીડમાં રહેલા લોકોનું હૃદય પિગળ્યું નહીં. લોકો મજાથી વીડિયો બનાવી રહ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તે વાયરલ કરવામાં આવેલો.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ સક્રિય બની હતી. વીડિયોના આધારે આ ઘટનામાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓની સ્પષ્ટપણે ઓળખ થઈ રહી છે. આ સાથે એવી માહિતી મળી છે કે ત્રણેય બાળકો પર ઈ-રિક્ષાની બેટરી ચોરી કરવાનો આરોપ હતો. ચોરીનો આરોપ લાગ્યા બાદ ગામના લોકોએ પંચાયત બોલાવી ત્રણેય બાળકોને નિવસ્ત્ર કર્યાં અને તે સ્થિતિમાં જ સમગ્ર ગામમાં ફેરવ્યા.

આ ઘટનામાં હજુ સુધી એવી કોઈ માહિતી મળી શકી નથી કે પંચાયતમાં કોણે બાળકોને આ પ્રકારની સજા કરવાનો નિર્ણય કર્યો હતો. બેટરીની ચોરી કરવાની માહિતી પોલીસને આપવામાં આવી ન હતી. આ સંજોગોમાં પંચાયતના આ તઘલખી ફરમાન બાળકોએ સહન કરવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed