ગુજરાત

ચેતી જાજો : જાણો કેટલા સમયમાં વાવાઝોડું ગુજરાતનો દરિયો પાર કરીને ગુજરાતમાં ટકરાશે

હાલ વાવાઝોડું વેરાવળથી 930 કિમી દૂર છે. સાયક્લોન અરબ સાગરમાં સ્થિતિ 6 કલાકમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે. તેના બાદ તે ગુજરાતના દરિયા કિનારાને ક્રોસ કરશે. 18 તારીખે બપોર પછી પોરબંદર અને નલિયા વચ્ચેથી વાવાઝોડું પસાર થશે. આગામી 12 કલાકમાં વેરી સીવિયર સાયક્લોન બનશે. ત્યારે આજથી જ સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શરૂઆત થઇ જશે.

આવનારા ત્રણથી ચાર દિવસ સુધી વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ ત્રણ દિવસ વરસાદની આગાહી કરાઈ છે. ગીર, સોમનાથ, દ્વારકા, કચ્છ, પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

તો બીજી તરફ, NRDF ટીમોનું હવાઈમાર્ગે જામનગરમાં આગમન થયું છે. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે એનડીઆરએફની ટીમો આવી પહોંચી છે. 15 જેટલી ટીમોનું એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થયું છે. ઓરિસ્સા અને પંજાબથી એનડીઆરએફની ટીમોનું આગમન થયુ છે.

ગુજરાતમાં તોળાઈ રહેલ તૌકતે વાવાઝૉડા મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય રાજ્ય સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતને તમામ મદદ માટે ખાતરી આપી છે. કેન્દ્રીય ગૃહ વિભાગે રાજ્ય સરકારને આ મામલે પત્ર લખ્યો છે. રાજ્યના ચીફ સેક્રેટરી અને રિલીફ કમિશ્નરને પત્ર લખ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *