ક્રાઇમબ્રાંચ દ્વારા હની ટ્રેપ મુદ્દે તત્કાલિન મહિલા પૂર્વના પીઆઇ ગીતા પઠાણની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા પીઆઇએ ગત્ત મોડી રાત્રે સેનિટાઇઝર પી લીધું હોવાની માહિતી મળી રહી છે. સેનિટાઇઝર પી લેતા તેઓને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે, પીઆઇ પોલીસને તપાસમાં યોગ્ય સહકાર આપી નહી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
સમગ્ર કેસ જોઇએ તો અમદાવાદ ક્રાઇમબ્રાંચે મોટી કાર્યવાહી કરતા અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ લોકોની પુછપરછમાં ગીતા પઠાણનું નામ ખુલ્યું હતું. આ લોકો મહિલા ક્રાઇમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા અને ત્યાર બાદ તેની પાસેથી તોડ કરતા હતા.
આ ગેંગનો માસ્ટરમાઇન્ડ ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર કે જે વકીલ છે અને ઉન્નતી રાજપુત છે. આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50થી 60 વર્ષનાં વેપારીઓને પોતાનું ટાર્ગેટ બનાવતા હતા અને તેને સમાધાનનાં બહાને તેમના દ્વારા તોડ કરવામાં આવતો હતો.