12 દિવસ બાયપેપ અને વેન્ટિલેટર પર રહીને કોરોનાને મ્હાત આપનાર વેપારીએ કહ્યું કે, હિંમત અને મક્કમતાએ કોરોનાને નહિ યમરાજને હરાવ્યો છે. આ બિમારીમાં આત્મ વિશ્વાસ અને ભગવાન સમાન ડોક્ટરો પણ ભરોસો રાખી મેં તો મારું જીવન જ આપી દીધું હતું.
જેથી આજે પરિવાર સાથે છું. ડોક્ટરોએ મને બોનસ લાઈફ આપી છે, એનો ચોક્કસ સદ ઉપયોગ અને સામાજિક કાર્યમાં લગાડીશ.શામળદાસ દુધરેજીયા (ઉ.વ. 50 (રહે. વેલંજા ) એ જણાવ્યું હતું કે, અચાનક શરીર અશક્ત થઈ જતા ડોક્ટરે સુગર ચેક કરાવવાની સલાહ આપી હતી. પહેલીવાર સુગર 853 આવ્યા બાદ હોશ ઉડી ગયા હતા. બસ હવે ધંધો બાળકોને આપી શુદ્ધ વાતાવરણ માટે સૌરાષ્ટ્ર-મહુવા ચાલી જવાનો નિર્ણય કરી ગામડે ઉપડી ગયા હતો.
જ્યાં એક બે દિવસમાં ન્યુમોનિયા થઈ જતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી રિપોર્ટ કરાવાતા કોરોના ઇન્ફેક્શન 90-95 ટકા આવ્યું હતું. તાત્કાલિક પરિવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી દીધો હતો. 12 દિવસની સારવાર બાદ પણ તબિયતમાં સુધારો થવાને બદલે બગડી જતા તાત્કાલિક પરિવારે ખાનગી એમ્બ્યુલન્સ કરી મને સુરત સિવિલ લઈ આવ્યા હતાં.હું તો આખી જિંદગી આ તમામનો આભારી રહીશ કે જેઓએ મને પરિવાર સાથે હવે પછીના દિવસો જીવવા માટે બોનસ લાઈફ આપી છે તેમ શામળદાસએ વધુમાં જણાવ્યું હતું.સંદીપ કાક્લોતર (રેસિડેન્ટ)એ જણાવ્યું હતું કે, શામળદાસનો કેસ ખૂબ જ ક્રિટિકલ હતો.
આવા સમયમાં આયોજન કરવા કરતાં તાત્કાલિક નિર્ણય લઈ સારવાર કરવી જરૂરી હોય છે. બસ ડોક્ટરોએ એમનું કામ શરૂ કર્યું ને પરિવારે વિશ્વાસ મૂકી સાથ સહકાર આપ્યો જેનું પરિણામ એમની સામે છે.