કિશોર કુમાર ના પુત્ર અમિત કુમાર એ ઇન્ડિયન આઈડલ ની મોટી પોલ ખુલ્લી,આવું રીતે લોકો ને…

0

જજીસ અને સ્પર્ધકોએ કિશોર કુમારના 100 ગીત ગાઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. પરંતુ જનતા આ એપિસોડને સહન કરી શકી નહીં. કેટલાંક યૂઝર્સે તો જજીસને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. હવે હાલમાં અમિત કુમારે કહ્યું કે તે શોમાં સ્પેશિયલ ગેસ્ટ બનીને માત્ર સ્પર્ધકોના વખાણ કરવા અને પૈસા માટે ગયા હતા.

તેમને પોતાને એપિસોડમાં કંઈ ખાસ મજા આવી ન હતી.તેમને સ્પર્ધકોના વખાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. પછી ભલે તે ગમે તેવું ગાઈ રહ્યા હોય. તેની સાથે જ તેમણે આ એપિસોડમાં ભાગ લેવા માટે પૈસાના કારણે હા કહી હતી.અમિત કુમારે ખુલાસો કર્યો કે મને જે કહેવામાં આવ્યું, તે મેં કર્યું.

મને કહેવામાં આવ્યું હતું કે બધાના વખાણ કરવાના છે. તે ગમે તેવું ગાય તેમના વખાણ કરવાના છે. કેમ કે તે કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપવાના છે. મને લાગ્યું કે પિતાને ખુશીનો અનુભવ થશે.

પરંતુ તેવું થયું નહીં. મેં માત્ર તે જ કર્યું જે મને કરવામાં આવ્યું હતું. મેં એડવાન્સમાં સ્ક્રિપ્ટ પણ માગી હતી, પરંતુ મને આપવામાં આવી નહીં.અમિત કુમારે કહ્યું કે દરેક વ્યક્તિને પૈસાની જરૂરિયાત હોય છે. નેહા કક્કર, હિમેશ રેશમિયાએ પણ કિશોર કુમારના ગીતને અવાજ આપ્યો. આ વાતને લઈને પણ શોને ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed