દરિયામાંથી આવી રહ્યું છે વર્ષ 2021 નું સૌથી પહેલું વાવાઝોડું, ગુજરાતમાં આ જગ્યા પર ત્રાટકશે

0

હજી રાજ્યમાં કોરોના ઘટ્યો નથી આવી એક નવી મુસીબત. અરબ સાગરમાંથી વર્ષ 2021નું પ્રથમ વાવાઝોડું આવી રહ્યું છે. 14 મેની સવારે દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થવાની સંભાવના છે. તે 16 મેની આસપાસ પૂર્વ-મધ્ય અરબ સાગરમાં તીવ્ર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે અને ઉત્તર પશ્ચિમમાં આગળ વધી શકે છે.

વર્ષ 2021નું પ્રથમ વાવાઝોડા ને મ્યાનમારે ‘તોકતે’ વાવઝોડું નામ આપ્યું છે. એવી સંભાવના છે કે આ વર્ષનું આ પ્રથમ વાવાઝોડું 20 મેના રોજ ઉત્તર ગુજરાત અથવા કચ્છ વિસ્તારમાંથી પસાર થઈ શકે. એવું માનવામાં આવે છે કે 16 મેના રોજ આ વાવાઝોડાને કારણે કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિતના ઘણા વિસ્તારોમાં 14 થી 16 મે દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે વર્ષ 2021નું પ્રથમ વાવાઝોડું ને કારણે 14 મેની સવારે લક્ષદ્વીપ, માલદિવના વિસ્તારોમાં 40 થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે વરસાદ પડી શકે છે. 15 મેના રોજ, આ વિસ્તારોમાં તેની ગતિ 60 થી 70 કિમી/કલાક સુધીની હોઈ શકે છે. તે જ સમયે, 16 મેના રોજ, લક્ષદીપ વિસ્તારમાં પવનની ગતિ પ્રતિ કલાક 80 કિલોમીટર સુધી પહોંચી શકે છે.

હવામાન વિભાગ આગાહી મુજબ નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમમાં ખસેડાવાની અને ધીરે ધીરે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને નજીકના લક્ષદ્વીપ ક્ષેત્રમાં તીવ્ર થવાની સંભાવના છે. તે 16 મેની આસપાસ પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાનમાં ફેરવી શકે છે અને તીવ્ર થઈ શકે છે, તેમજ ઉત્તર પશ્ચિમમાં આગળ વધવાનું ચાલુ રાખી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed