દેશ માં આટલો બધો કોરોના તો પણ કેમ લોકડાઉન નથી થતું? જાણો મોદી સરકાર ના આ વલણ નું સાચું કારણ

0

આજે એક જ દિવસમાં સાડા ત્રણથી ચાર લાખ કેસ આવે છે. રાષ્ટ્રીય દબાણ પણ છે, છતાં સરકાર કેમ લૉકડાઉન જાહેર કરતી નથી,સરકાર લૉકડાઉનના પક્ષમાં કેમ નથી? તેના પણ ચોક્કસ કારણો છે. લૉકડાઉનને કારણે અર્થતંત્ર પડી ભાંગે છે.

લૉકડાઉનથી બેરોજગારી વધે છે. લૉકડાઉનથી વધુ મોત થઈ શકે છે.લૉકડાઉનથી વેક્સિનેશન પર અસર થઈ શકે છે, અને લૉકડાઉનથી અનલૉકિંગની સ્થિતિ પર પાણી ફરી વળે તે સ્વાભાવિક છેગત વર્ષે અચાનક લૉકડાઉન જાહેર કરતાં દેશનું અર્થતંત્ર ભાંગી પડ્યું હતું.

એક જ ત્રિમાસિક ગાળામાં વિકાસદર માઈનસ 23.9 ટકા થઈ ગયો હતો.એક અંદાજ મુજબ લૉકડાઉનને કારણે 12 કરોડ મજૂર બેરોજગાર થઈ ગયા હતા. જે મજૂરોએ શહેર છોડી ગામડાંની વાટ પકડી હતી એ પૈકી કેટલાય હજુ સુધી શહેરમાં આવ્યા નથી. એટલું જ નહીંઅચાનક લૉકડાઉનને કારણે વડા પ્રધાન મોદીની ટીકા પણ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed