સુરત અને અમદાવાદ માટે કોરોના ને લઈ ને ખુબ સારા સમાચાર ,જાણી ને ખુશ થઈ જશો

0

સુરત અને અમદાવાદ માટે કોરોના ને લઈ ને ખુબ સારા સમાચાર ,છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં કોરોનાના કુલ 57,988 કેસ સામે આવ્યા હતા. જેની સામે 29,755 દર્દી રિકવર થયા હતા. આમ છેલ્લા દસ દિવસનો રિકવરી રેટ લગભગ 51 ટકા થયો છે. તો બીજીતરફ સુરત શહેર અને જિલ્લામાં નવા કેસ કરતા સાજા થનારાની સંખ્યા સતત છઠ્ઠા દિવસે પણ વધતા સાજા થનારની સંખ્યા એક લાખને પાર પહોંચી છે.

કોરોનાથી સાજા થવાનો રીકવરી રેટ પણ 10 દિવસમાં 77.5 ટકાથી વધીને 83.4 ટકા થયો છે. 11 એપ્રિલે રીકવરી રેટ 92.3 ટકા હતો.બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ 1,70,378 કોરોનાના કેસ નોંધાયા હતા તે પૈકી મંગળવારે 1,00,361 ડિસ્ટાર્જ થયાનું સરકારે જાહેર કર્યું હતું. 1200 બેડ સિવિલમાંથી મંગળવારે 70થી 80 દર્દીને રજા આપવામાં આવી હતી.

જ્યારે સુરતમાં 24 એપ્રિલ સુધીમાં રિકવરી રેટ 77.5 ટકા થઇ ગયો હતો. મંગળવારે શહેરમાં 1214 અને જિલ્લામાં 360 કેસ નોંધાયા હતાં, જ્યારે શહેરમાંથી 2165 અને જિલ્લામાંથી 418 મળીને કુલ 2583 દર્દીઓને રજા મળતાં કુલ સાજા થનાર દર્દીઓની સંખ્યા 102207 પર પહોંચી છે.જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1821 થઈ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 4693 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 22 દર્દીના મૃત્યુ થયા હતા. જોકે રાહતની વાત એ છે કે આ 24 કલાકમાં વિવિધ હોસ્પિટલોમાંથી 4608 દર્દીને રજા આપવામાં આવી હતી.અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન સંલગ્ન 170થી વધુ ખાનગી હોસ્પિટલોમાં બેડની કુલ સંખ્યા 6564 છે જેમાંથી મંગળવારે 638 બેડ ખાલી હતા.

જરૂર છે માત્ર મક્કમ મનોબળની. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી તકેદારી તમને વાઇરસના ચેપથી દૂર રાખી શકે છે.અમદાવાદમાં ગત માર્ચમાં પહેલો કેસ નોંધાયા પછી લગભગ 410 દિવસના લાંબાગાળા દરમિયાન એક લાખથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed