કોરોના મુદ્દે એક્શન માં મોદી તરત લઇ લીધો આ મોટો નિર્ણય ,જાણો અહી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા માટે લેવામાં આવેલાં પગલાંની સમીક્ષા કરવા બેઠક કરી હતી. તેમણે એ બાબત પર ભાર આપ્યો કે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો પુરવઠો વધારવાની સાથે સાથે ઘર અને હોસ્પિટલોમાં દર્દીઓની સંભાળ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરવાની તાત્કાલિક જરૂરિયાત છે.

વડાપ્રધાને ઓક્સિજન અને તબીબી સપ્લાઇની ઉપલબ્ધતા માટે તમામ મંત્રાલયો અને વિભાગો સાથે સંકલન સાથે કામ કરવા પર ભાર મૂક્યો હતો. એમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 3 મહિના સુધી ઓક્સિજન સાથે જોડાયેલી સાધનોની આયાત પર બેઝિક કસ્ટમ ડ્યૂટી અને હેલ્થ સેસ નહીં લગાવવામાં આવે.

PM મોદીએ મહેસૂલ વિભાગને આ પ્રકારનાં સાધનોની આયાત પર વહેલી તકે કસ્ટમ ક્લિયરન્સ આપવાની સૂચના આપી હતી, સાથે એ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે કોરોના વેક્સિનની આયાત પર બેઝિક કસ્ટમ ડ્યૂટીને 3 મહિના માટે સમાપ્ત કરી દેવામાં આવે.

આમાં તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે રાજ્યોને કરવામાં આવી રહેલા ઓક્સિજન સપ્લાઇમાં કોઈપણ પ્રકારનો અવરોધ ન આવવો જોઈએ.આ પહેલાં ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્સિજન સપ્લાઇ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed