સોમનાથ મંદિર આવતી કાલથી રહેશે બંધ, આ રીતે કરી શકશો દર્શન

0

ગુજરાતનાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક સોમનાથ મંદિર શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરમાં સૌ પ્રથમ માનવામાં આવે છે. તે ગુજરાતની એક મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે. જેમાં કોરોના સંક્રમણ વધતા સોમનાથ મહાદેવ મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના અન્ય 6 મંદિરો આવતીકાલથી બંધ રહેશે.

ગુજરાતમાં કોરોનાની વકરતી સ્થિતિને પગલે લોકોહિતમાં સોમનાથ મંદિરના ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સોમનાથ મહાદેવ મુખ્ય મંદિર, રામ મંદિર, અહલ્યાબાઈ જૂનું સોમનાથ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ગીતા મંદિર દેહોત્સર્ગ, ભાલકા મંદિર, ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. કોરોનાના કારણે બીજી વાર સોમનાથ મહાદેવ મંદિર બંધ રહેશે.

કોરોનાના લીઘે ગત વર્ષે માર્ચથી 80 દિવસ મંદિર બંધ રાખવામાં આવ્યું હતુ. સોમનાથ મહાદેવના લાઇવ દર્શન ટ્રસ્‍ટની વેબસાઇટ અને સોશિયલ મીડિયાના ઓફિશયલ પેજ પરથી ભાવિકો ઘરબેઠા કરી શકશે. કોરોનાની બીજી લહેરમાં વધી રહેલા સંક્રમણને ઘ્‍યાને લઇ જગવિખ્‍યાત સોમનાથ મંદિરના દ્વારા ભાવિકો માટે તા.11 એપ્રિલને રવિવારથી અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો ટ્રસ્‍ટએ નિર્ણય લીઘો છે. સોમનાથ મહાદેવના મુખ્‍ય મંદિર સહિત અન્‍ય 6 મંદિરોના દ્વાર પણ બંધ થશે. કોરોના મહામારીના કારણે ગત વર્ષ 80 દિવસ સુઘી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે બંધ રહ્યાં હતા. ત્‍યારબાદ ફરી બીજી વખત સોમનાથ મહાદેવ મંદિર બંધ થયુ છે.

આ અંગે સોમનાથ મંદિર ટ્રસ્‍ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, કોરોનાની વકરી રહેલ પરિસ્થિતિને ઘ્‍યાનમાં રાખી તા.11 એપ્રિલને રવિવારથી અન્‍ય નિર્ણય ન થાય ત્‍યાં સુધી સોમનાથ મુખ્‍ય મંદિર સહિત ટ્રસ્‍ટના 6 મંદિરોમાં ભાવિકો માટે દર્શન બંધ કરવાનો નિર્ણય ટ્રસ્‍ટએ લીધો છે. ટ્રસ્‍ટ હસ્‍તકના સોમનાથના મુખ્‍ય મંદિર ઉપરાંત રામ મંદિર, અહલ્યાબાઈ જૂનું સોમનાથ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ગીતા મંદિર દેહોત્સર્ગ, ભાલકા મંદિર, ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે આવતીકાલથી બંધ રહેશે. સોમનાથના મંદિરોમાં પૂજારીઓ જઇ નિત્‍યક્રમ મુજબની પૂજા-આરતી કરશે. ભાવિકો ટ્રસ્‍ટની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર ટ્રસ્‍ટના ઓફિશયલ પેજ પરથી સોમનાથ મહાદેવના દર્શન કરી શકશે. ટ્રસ્‍ટ દ્વારા સોશિયલ મીડિયાના માઘ્‍યમથી નિયમિત દર્શન કરાવવામાં આવશે. તથા પૂજાવિઘિ ઓનલાઇન નોંધાવી અને ઘરબેઠા કરાવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed